Mahila Vrutika Yojana 2023 Apply
Mahila Vrutika Yojana 2023 Apply : મહિલા વૃત્તીકા યોજના 2023 : નમસ્કાર મિત્રો, ભારત દેશમાં ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના હેઠળ લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ભારત સરકાર દેશની મહિલાઓ, ગરીબો, ખેડૂતોના તમામ વર્ગો માટે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે, જેના હેઠળ આર્થિક મદદ આપવામાં આવે છે. આ લેખમાં અમે તમને ગુજરાત સરકારની એક એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના હેઠળ મહિલાઓના ખાતામાં દરરોજ 250 રૂપિયા જમા થાય છે તો અમારી તમને વિનંતી છે કે દરેક મહિલા સુધી આ માહિતી શેર કરજો.
Mahila Vrutika Yojana 2023 | મહિલા વૃત્તિકા યોજના વિગત
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ગુજરાતની દરેક મહિલાને દરરોજ 250 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. યોજનાની સંપુર્ણ માહિતી મેળવવા માટે નીચેની સંપુર્ણ માહિતી વાંચો.
મહિલા વૃત્તિકા યોજના તાલીમ સમયગાળો
આ યોજના હેઠળ અરજદારને બે અન્ય પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે. તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 રહેશે. આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો સાત કલાકનો રહેશે.
યોજના હેઠળ મળવાપાત્ર લાભો
- આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે.
- આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમોનુસાર રૂપિયા 250 પ્રતિ દિન વૃતીકા તરીકે મળવાપાત્ર છે.
મહિલા વૃત્તિકા યોજના માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ Google પર જઈ “ikhedutgujarat” સર્ચ કરો.
- ત્યારબાદ i ખેડૂતની સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ ઓપન કરો.
- i ખેડૂત વેબસાઇટ ખોલ્યાં બાદ “યોજના” વિકલ્પ પર ક્લિક કરો.
- યોજનાઓ ખોલ્યાં બાદ “મહિલા વૃતિકા યોજના” પર ક્લિક કરો.
- હવે “અરજી કરો” પર ક્લિક કરો.
- હવે આગળનું પેજ ખુલશે જેમાં જો તમે રજીસ્ટર ખેડૂત હોવ તો “હા” પર ક્લિક કરો નહિતર “ના” પર ક્લિક કરો.
- જો તમે i ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તમારો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો Captcha Code નાખી અરજી કરો.
- જો તમે i ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો “ના” વિકલ્પ પસંદ કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- માહિતી ભરાઈ ગયા બાદ “સેવ કરો” પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લી વાર ચોકસાઈ પૂર્વક સંપુર્ણ ભરેલી માહિતી તપાસી લેવી, એક વાર અરજી કન્ફર્મેશન થયા બાદ કોઈ ફેરફાર કે સુધાર થશે નહિ.
- દરેક ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા બાદ પોતાની અરજી પ્રિન્ટ મેળવી લેવી.

0 Response to "Mahila Vrutika Yojana 2023 Apply"
Post a Comment